STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

હરિના હાથમાં

હરિના હાથમાં

1 min
378

થાય સદાય સત કરમ હરિ તારા હાથમાં રે.

ભાંગે મનમાં હોય ભરમ હરિ તારા હાથમાં રે,


તારા આધારે જીવન જીવું આશા દરશનની,

ક્યારે મળે આવી પરમ હરિ તારા હાથમાં રે.


અંતર મારું તુજને ઝંખે કૃપાદ્રષ્ટિ હરિ તારી,

તારી લીલા છે મધુરમ હરિ તારા હાથમાં રે.


માયા નાચ નચાવતી હરિવર તને રે ભૂલાવતી,

આપતી ખુશી અને ગમ હરિ તારા હાથમાં રે.


તું છો કૃપાળુ દયાનિધિ, આ જીવને ઉદ્ધારજે,

તારા ભરોસે છે ટમટમ હરિ તારા હાથમાં રે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational