STORYMIRROR

GEETA JOSHI

Inspirational

4  

GEETA JOSHI

Inspirational

ઘડપણ

ઘડપણ

1 min
397

જિંદગીની ભેંટ છે સ્વીકારજો ઘડપણ તમે,

ના થજો નિવૃત કદીયે, માણજો ઘડપણ તમે,


હાથ, પગ નબળા બને ને ધૂંધળી થાશે નજર,

પણ વિચારોમાં કદી ના લાવજો ઘડપણ તમે,


ચામડીના સળ કહે છે જિંદગીની વારતા,

સાર સમજાવી બધાને તારજો ઘડપણ તમે,


આખરે દીવાલ પર ટીંગાઈ જાશો થઈ છબી,

હર ક્ષણે જીવી તમે શણગારજો ઘડપણ તમે,


નામના અકબંધ રાખી સાચવો સંબંધ સૌ,

પ્રેમથી સાથે રહી મલકાવજો ઘડપણ તમે,


ને અમસ્તી વાતમાં થાજો નહીં ક્યારે દુઃખી, 

તાપથી છાયા તરફ હંકારજો ઘડપણ તમે,


કેશમાં આવી સફેદી, હાથ પગ ધ્રૂજે ભલે,

છે મજાનું તે છતાં પણ જાણજો ઘડપણ તમે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational