STORYMIRROR

GEETA JOSHI

Inspirational

3  

GEETA JOSHI

Inspirational

જીવવાની કળા

જીવવાની કળા

1 min
906


હૈયે આજે ખુબ અકળામણ થઈ,

અચાનક બારી ઉપર નજર ગઇ,


એક ચકલીને આનંદથી

ચિચિયારી કરતાં જોઈ,

અદેખાઈ થઈ મને, તેને આનંદિત જોઈ


અનાયાસે જ તેને વાત પૂછાઇ ગઇ,

કેવી રીતે આટલી આનંદિત રહી શકે તું ?

સદીઓથી ફક્ત ચોખાની ચણ લઈ,


વાત સાંભળી મારી

એને મનુષ્યની વાચા થઈ

રે ભલા માણસ,


બુદ્ધિ તો તને અમારા કરતાં

અનેક ગણી મળી ગઇ,

પણ ઇચ્છાઓની વણઝાર લગાવી તેં,

તેમાં તારી ખુશી રોળાઈ ગઇ,


મળ્યું જે, એ મોજથી માણી લે

ભેગું કરવાની ઇચ્છા ત્યજી દે,


સંતોષની મૂડી તું સાચવી રાખ,

દેખા દેખીમાં ન ખોઈ દે,


હૈયાની અકળામણ ઓછી કરી

એ નાની શી ચકલી,

જીવવાની કળા શીખવાડી ગઇ!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational