STORYMIRROR

GEETA JOSHI

Fantasy

3  

GEETA JOSHI

Fantasy

ઝાકળનાં પતંગિયાંઓ

ઝાકળનાં પતંગિયાંઓ

1 min
427

ઝાકળનાં ટીપાંએ ડોરબેલ મારી ને, કળીઓએ બારણાં ઉઘાડ્યાં,

આછા અજવાસમાં,

રંગો સુગંધોએ દોડીને પગલાંઓ પાડ્યાં,


દૂર દૂર સ્ક્રીન ઉપર ઉપસી રહી છે સ્હેજ ઉષાની લાલ-લાલ લાલી,

લીમડાની લીફટમાંથી નીચે ઊતરીને,

બે’ક ખિસકોલી પોંક લેવા ચાલી,


બુલબુલના સ્ટેશનથી રીલે કર્યું છે,

એક નરસિંહ મહેતાનું પરભાતિયું,

લીલા ને સુક્કા બે તરણામાં સુધરીએ,

કેટલુંયે જીણું જીણું કાંતિયું,


ચાલુ ફલાઈટમાંથી ભમરાએ, કોણ જાણે કેટલાયે મોબાઈલ કીધા,

એવું લાગે છે જાણે આખ્ખીયે ન્યાતને

ફૂલોનાં સરનામાં દીધાં,


ડાળી પર ટહુકાનાં તોરણ લટકાવીને,

વૃક્ષોએ આંગણાં સજાવ્યાં,

પાંખો પર લોડ કરી રંગોનું સૉફટવેર, 

રમવા પતંગિયાંઓ આવ્યાં,

ગીતાના ઝાકળનાં પતંગિયાંઓ !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy