STORYMIRROR

GEETA JOSHI

Inspirational

3  

GEETA JOSHI

Inspirational

બાંકડો

બાંકડો

1 min
425

ઉંમરના તમામ પડાવ બાંકડો,

સુખ,દુઃખનો સાચો સાથી બાંકડો.


બુઢાપાની કરચલીનો હિસાબ બાંકડો,

બોખા સ્મિતનો અહેસાસ બાંકડો.


ગામ આખાની નિંદા સાચવતો બાંકડો,

વર્ષાનો ઇતિહાસ સાચવતો બાંકડો.


મિત્રતાનો પરિચય રાખતો બાંકડો.

વર્ષા, ટાઢ, તડકો સહન કરતો બાંકડો,


વર્ષોના સ્મરણનો મૂક સાક્ષી બાંકડો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational