નંદ ઉત્સવ
નંદ ઉત્સવ
હાંરે સખી, ચાલો તો જઈએ હવેલીએ,
આજ મારાં વહાલાં વલ્લભનો જન્મદિવસ ઉજવાય,
વધાઈ હો, વધાઈ હો, વધાઈ હો અઢળક હો જી રે,
ઓ મારાં ગુરુજી, મારાં જીવન આધાર,
વધાઈ હો ગુરુજી, મારાં પ્રાણ આધાર,
શત શત કોટી કરું વંદના,
લળી લળી લાગું પાય,
શેષ આયુ વીતે તમ સેવામાં ગુરુજી,
મળે આશિષ અપાર,
વલ્લભ વિઠ્ઠલનું ગુંજન કરીને,
હૃદયનાં તારને રણકાવીને,
ગાઉં ગુણગાન આપનાં ગુરુજી,
હાં રે સખી, આજે તો હૈયે આનંદ ન સમાય,
થયો છે નંદ ઉત્સવ, મારાં નંદાલયમાં.
