સફળતા મેળવવા કરીએ પરિશ્રમ કઠિન
સફળતા મેળવવા કરીએ પરિશ્રમ કઠિન
મેળવવા આઝાદી લડ્યા હતા ગાંધી,
અંગ્રેજોની ગુલામી સામે લાવ્યા આંધી,
સફળતા મેળવવા કરીએ પરિશ્રમ કઠિન !
એકમાંથી અનેક દાણાં પકવતા,
ખેડુત રાતદિન ખેતરમાં ઝઝુમતા,
સફળતા મેળવવા કરીએ પરિશ્રમ કઠિન !
સવારે ઉગેલ પંકજ દેવ શિરે ચડે,
રાત થતાં જ કરમાઈ મુરઝાઈ પડે,
સફળતા મેળવવા કરીએ પરિશ્રમ કઠિન !
પહેલા નંબરે પાસ થવા ઝઝુમે જે સતત,
રાતદિન પુસ્તક ખોલી કરે મનન સતત,
સફળતા મેળવવા કરીએ પરિશ્રમ કઠિન !
આળસું બની પડયા રહે છે ઘર પર,
નિરાશા સાંપડે સતત એના દ્વાર પર,
સફળતા મેળવવા કરીએ પરિશ્રમ કઠિન !
નસીબના ભરોસે બેસવાથી ન ખુલે નસીબ,
જે સતત દોડે બની પ્રગતિશીલ એ જ નસીબ,
સફળતા મેળવવા કરીએ પરિશ્રમ કઠિન !
ઈશ્વરના દ્વાર પર ન કોઈ નાનાં કે મોટાં,
જે કરે મહેનત એના ફળ મળે મોટાં,
સફળતા મેળવવા કરીએ પરિશ્રમ કઠિન !
હાથ પર હાથ બેસી રહેનાર મળે ઝાઝાં,
એને હાથ ન લાગે સુખ સંપત્તિ ઝાઝા,
સફળતા મેળવવા કરીએ પરિશ્રમ કઠિન !
