STORYMIRROR

Trupti Patel

Inspirational

4  

Trupti Patel

Inspirational

એકલતા

એકલતા

1 min
327

કોણ જાણે, આજે ઉદાસી અકળ લાગે છે,

ખબર નહિ કેમ, વિરહ યોગ પ્રબળ લાગે છે.


પાનખર પછી આવશે વસંત,એ આશામાં,

રણમાં દેખાતું પ્રેમનું મૃગજળ લાગે છે.


તારી આંખોમાં વહેતું લાગણીનું ઝરણું,

પ્રેમમાં ડૂબી જવાય એવું વમળ લાગે છે.


ક્યારે આવશે આપણા મિલનની ક્ષણ,

તારા વગર આ આંખો સજળ લાગે છે.


એકલતામાં પણ અજબ તારા પ્રેમની અનુભૂતિ,

એ અનુભૂતિ સાથે જીવવું સાવ સરળ લાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational