તાર તથ્યોનાં ગણી લો
તાર તથ્યોનાં ગણી લો
લે હકીકત તું ચકાસી બોલતાં પહેલાં,
વેતરે કાં વસ્ત્રને ? તું માપતા પહેલાં.
સાવ ખોટી વાત લાગે સત્ય જેવી તો,
તાગ કાઢી તોળજે તું, માનતા પહેલાં.
કોણ સાચું કોણ ખોટું, એ સમય કહેશે,
ધૈર્ય ધરબી રાખજે, મોં ખોલતાં પહેલાં.
વાતનું કરવાં વતેસર, જગ રહે તત્પર,
દૂરથી વંદન નમન બસ ખૂંપતાં પહેલાં.
મૂળ સુધી ગ્યાં વગર, મંડી પડો ના 'શ્રી',
તાર તથ્યોનાં ગણી લો ! પોંખતાં પહેલાં.
