સ્નેહ ઝરતો ભાણ છું
સ્નેહ ઝરતો ભાણ છું
પુષ્પમાં ધબકી રહેલો પ્રાણ છું,
વ્હાલ વ્હેંચી જાણશો તો લ્હાણ છું,
આભને અડકી જવાનું પ્રણ કરી,
દોડશો તો, સિદ્ધિનું સંધાણ છું,
થઈ બરફનું ચોસલું જીવે જગત !
ઉર વ્યથાની, વાતનું એંધાણ છું,
દ્રોણ થાતો જો જમાનો સ્વાર્થમાં,
વીંધવા, તત્પર થયેલું બાણ છું,
પ્રેમમાં પાગલ બને, 'શ્રી' બ્હાવરી,
તો ગગનથી સ્નેહ ઝરતો ભાણ છું.