આયખું જાતું ખરી
આયખું જાતું ખરી


જાય દિવસો ને વળી મહિના સરી,
એમ કરતાં, આયખું જાતું ખરી,
ના રહેતાં એકધારા કોઈનાં,
લાવતાં એ છાબડી સુખ દુઃખ ભરી,
કાઢતાં તાળો વરસ બાવીસનો,
અશ્રુમિશ્રિત ભાવના ઉરથી ઝરી,
એજ સરવૈયું કરે ગ્રહી વાંચતાં,
લાભનું પાસું નજર આવ્યું તરી,
મીઠડાં સંભારણા ફળ્યાં પછી,
હરિ, તને વંદન કરે છે 'શ્રી' ફરી !