રામ રહીમ એક ગણજે
રામ રહીમ એક ગણજે


ઈશનુ સર્જન તું તો પ્યારે, જગમાં છો બેજોડ,
કેમ અટવાય તું અંધારે, જગમાં છો બેજોડ.
જગતથી તું શીખે છે, શીખે જગત તુજથી,
સારી વાતોને ગ્રહી લે, જગમાં છો બેજોડ.
આખી પૃથ્વી એક પરિવાર, માની હવે ચાલ,
નાત જાતને ભૂલી જજે,જગમાં છો બેજોડ.
તારું મારું કરવામાં તો ઓજસ તારું જાય,
ત્યાગીને ભોગવી લેજે, જગમાં છો બેજોડ.
પ્રાંતવાદ ને આતંકવાદ, દૂષણ છે દૂરાચારી,
શેહ કદી ના એને દેજે, જગમાં છો બેજોડ.
સીમાના બંધન તોડી, ઉર ઉર સુધી જઈને,
સ્નેહનુ ઊંજણ પૂરજે,જગમાં છો બેજોડ.
વસુધૈવ કુટુંબકની ખાલી, કરતો નહીં વાતો,
રામ રહીમ એક ગણજે,જગમાં છો બેજોડ.