સંપ ત્યાં જંપ
સંપ ત્યાં જંપ


વસુધૈવ કુટુંબકમ દિવ્ય મંત્ર, છે ઘણો હિતકારી,
જીવનમાં લેજો ઉતારી મંત્ર, છે ઘણો હિતકારી,
જાત પાત ને પૂર્વ પશ્ચિમ, ક્યાં સુધી સૌ કરશું ?
'સંપ ત્યાં જંપ' કહેતો, મંત્ર છે ઘણો હિતકારી,
હુંકારથી હુલ્લાસ હણાય, હાનિ થાય ભરપૂર,
વેગળો કરો અહમને, મંત્ર છે ઘણો હિતકારી,
દ્વેષ બુદ્ધિ દવ લગાડે, ઊઠે નફરતની આંધી,
સ્નેહનું સંધાન કરો ને, મંત્ર છે ઘણો હિતકારી,
લોક લાલસા ને મારું તારું તો લૂંટે જગતનું ચેન,
ત્યાગવૃતિ તનમાં ધરો, મંત્ર છે ઘણો હિતકારી,
સ્વાર્થ બુદ્ધિ તો શાંતિ હણે, જાણ્યાં પછી બસ,
નિ:સ્વાર્થ ભાવે દોટ દો ને મંત્ર છે ઘણો હિતકારી,
યુદ્ધથી કલ્યાણ થાતું, દીઠ્યું છે કોઈનું કદી ?
પ્રાપ્તિની લાહ્ય છોડો, મંત્ર છે ઘણો હિતકારી.