STORYMIRROR

Rekha Patel

Romance

4  

Rekha Patel

Romance

પ્રેમ

પ્રેમ

1 min
370

આ આંગળીના ટેરવાના સ્પર્શમાં તારો પ્રેમ છે,

દિલમાંથી વહેતી લાગણીઓનો તેમાં સાદ છે,


માનવીનાં જીવનમાંથી પ્રેમ જો પ્રેમ નીકળી જાય તો,

ખાલી ઘડો લઈને ભરાતી શૂન્યવકાશનો તેમાં સાદ છે,


પ્રેમ તો થઈ જાય છે, પ્રયત્ન કરવો નથી પડતો,

દેવાલયમાં ઉજાગર થતાં સંગીતનો તેમાં નાદ છે,


પ્રેમનાં રંગ તો ઘણાં છે જીવનની સફરમાં,

માનવીને તેને ઓળખવામાં જિંદગીનો સાર છે,


કુદરત પણ ઝંખી રહી છે, સાદ પ્રેમનો ક્યારે થશે ?

કલકલ વહેતાં ઝરણામાં પણ પ્રેમનો ભાસ છે,


માના પ્રેમની આગળ તો જિંદગી નાની પડે,

તેનાં પાલવમાં છૂપાઈને થતો જીવનનો અહેસાસ છે,


પ્રેમની ભાષાનાં કામણમાં તલબગાર બની,

લાગણીઓથી ભીંજાઈને તેમાં થતો ધીમો ધીમો વરસાદ છે,


પ્રભુની સાથે પ્રેમથી ફરિયાદ કરતો આ માનવી,

અંત સમયે પ્રભુને પ્રેમથી નમતો જાય છે,


"સખી" પ્રેમનાં આ લેખા - જોખા ક્યાં સુધી કર્યા કરીએ ? 

પ્રેમનાં રંગોમાં તરબોળ થતાં જીવનની આશ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance