STORYMIRROR

Rekha Patel

Tragedy

4  

Rekha Patel

Tragedy

પ્રહાર

પ્રહાર

1 min
4

જમાનાનો આકરો પ્રહાર પડે છે,

દિલમાં અસંતોષનો પ્રહાર પડે છે,


કોઈ માંગણી મોટી નથી તારી પાસે,

છતાં કુંઠિત લાગણીઓનાં પ્રહાર પડે છે,


પડછાટ ખાતું દિલ ટુકડા થઈ ગયું,

તેને હવે સર્જનનાં હાથનો પ્રહાર પડે છે,


ક્યાંય આરો કે ઓવારો દેખાતો નથી,

છતાં નિર્દોષ પર પ્રહાર પડે છે,


ઝૂઝવું પડે છે જીવનભર સંસારમાં, 

સપનાઓને પણ પ્રહાર પડે છે,


મારી વેદનાને કોઈએ ન જાણી, 

અંતરમનનાં પટ પર પ્રહાર પડે છે, 


"સખી" મન ઊઠી ગયું છે હવે આ દુનિયામાંથી, 

જીવાતાં જીવન પર કેવો પ્રહાર પડે છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy