STORYMIRROR

Rekha Patel

Inspirational

4  

Rekha Patel

Inspirational

લીલુડી ધરતી

લીલુડી ધરતી

1 min
321

છાયો મેઘાડંબર ને વરસી પડ્યો મેહુલો,

લીલુડી ધરતીએ રંગ લીલો બતાવ્યો,


બળદો લઈને પહેલાં વરસાદે ચાસ પાડતાં,

કરી બીજની વાવણી ધરતીનાં ખોળામાં,


પાસેની તલાવડીનાં ઉભરાયાં જળ ખેતરોમાં,

વાવણીનાં આનંદે મન ઉમટયાં ખેડૂતોનાં,


સમય જતાં લીલો કુંજાર મોલ લહેરાયો,

જાણે આતમ ખેડૂતનો સુખમાં વધાયો,


મેઘનાં ટીપે ટીપે સરોવર ભરાયાં,

પનિહારીનાં બેડલાં જળથી ભરાયાં,


ઓણસાલ લાગે છે મોતીનો થયો વરસાદ, આણું દીકરીનું કરીશું મનની મોલાતમાં,


રસોડામાં આજે મેલાયાં આંધણ લાપસીનાં,

ભર્યા ઓરડે લાગણીઓના ઢોલિયા નખાયાં,


જોતાં આંખે ધરવ ન થાય એવું રૂપ અહીં,

"સખી" ઉપર આભ ને નીચે ધરતીનું મિલન અહીં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational