એવું કહી શકો
એવું કહી શકો
છે જ પણ ના છે જ એવું કહી શકો;
નાવ છે નિસ્તેજ એવું કહી શકો.
અક્ષરો શબ્દો બને ત્યારે થશે--
હાથ દસ્તાવેજ એવું કહી શકો.
જે વડે સંવેદના પણ ઉદ્ભવે--
આંખમાં છે ભેજ એવું કહી શકો.
વિશ્વ આખું ભીતરે દેખ્યા પછી--
આપણે ક્યાં બે જ એવું કહી શકો.
જે દિવસ થોડો ય અજવાળ્યો હશે;
રાત્રિ સુખની સેજ એવું કહી શકો.