STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

4  

Chaitanya Joshi

Inspirational

શબ્દોથી ના માપો

શબ્દોથી ના માપો

1 min
28K


શબ્દોથી ના માપો માનવીને ક્યારેય કદીએ. 

શબ્દોથી ના પામો માનવીને ક્યારેય કદીએ. 

નથી જરૂરી કે શબ્દ એ જ એનું અંતર હોય,

શબ્દોથી ના કાપો માનવીને ક્યારેય કદીએ. 

શબ્દ રહી માત્ર બાહ્ય અભિવ્યક્તિ વ્યક્તિની,

શબ્દોથી ના સંતાપો માનવીને ક્યારેય કદીએ. 

વૈખરી ઉચ્ચારનાર ઉરે ભાવનાઓ શક્ય છે,

એથી ઓછો ના આંકો માનવીને ક્યારેય કદીએ. 

મખમલી વચને પણ શૈતાન હોય છે છૂપાયો,  

શબ્દોથી જ સારો ન માનો માનવીને ક્યારેય કદીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational