Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Patel

Drama

3  

Rekha Patel

Drama

શબ્દોની મથામણ

શબ્દોની મથામણ

1 min
176

મનનાં મહેરામણમાં,

ઢબુરાયેલાં શબ્દોની,

થઈ ગઈ મથામણ,

ભાવ વિશ્વમાં પસાર થઈ,

કાગળ પર અવતરવા,

લીધો સહારો કલમનો,

બસ, એમ જ લખાઈ જાય,

હૃદયનાં ડૂમાનો એક સવાલ,

ભીની ભીની મોસમનો જવાબ,

ફોરમતાં ફૂલોની ફોરમ,

ને ગુલશનમાં આવેલી હલચલ,

થઈ જાય બધો સરવાળો,

તો બાદબાકી કોની કરું ?

ગોરંભાયેલા આકાશને જોયાં કરું ?

કોયલનાં ટહુકા ને મોરનો ગહેકાટ સાંભળ્યા કરું ?

પ્રકૃતિનાં સાથી મારાં,

તલસાટ બનીને ઉભરી આવે,

કવિતા રચવાની લ્હાયમાં,

ને થઈ જાય મસ્ત ગૂંથણી,

કવિઓનાં દિલમાં.

Rate this content
Log in

Similar gujarati poem from Drama