STORYMIRROR

Rekha Patel

Romance

4  

Rekha Patel

Romance

દિવાની

દિવાની

1 min
6

નજરોનાં કાતિલ બાણ એવાં લાગી ગયાં મને, 

ઝૂકી ગઈ પલકે મારી ને લાગણીઓ વહી ગઈ, 


જોયાં કરું તીરછી નજરે દૂરથી તમને, 

અમી ભરેલી નજરો મારી અહીં જરી ગઈ, 


પ્રેમનાં કાતિલ દસ્તાવેજ થઈ ગયાં દિલમાં, 

લાગણીઓની સરવાણીઓ અહીં બની ગઈ, 


શું કહું તમને ? તમારી આ અદાની વાતને ? 

છડેચોક શરમથી ગાલની લાલી ગુલાબી થઈ ગઈ, 


આ વસંત ખીલી બાગોમાં ને ફૂલો સાથે હું પણ ફોરમાય ગઈ, 

કયામતનાં દિવસે સાથ તારો માંગતી થઈ ગઈ, 


કેવાં શમણાં ઊઠે છે દિલમાં, જોને આજે મધરાતે, 

તારાં કાતિલાના અંદાઝની દિવાની બની ગઈ, 


"સખી" વેદના મિલનની જાગી છે કસક સાથે, 

ઘુઘવતાં વહેણને સામે પાર જોને કેવી તરી ગઈ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance