STORYMIRROR

Rekha Patel

Inspirational

3  

Rekha Patel

Inspirational

અનુવાદ કરવો છે

અનુવાદ કરવો છે

1 min
119

તારાં આંસુઓની ભાષાનો અનુવાદ કરવો છે,

તારી પ્રેમની લાગણીઓનો અનુવાદ કરવો છે,


ભૌતિક સુખની લાલસાએ લલચાવી,

આપેલાં વચનોનો અનુવાદ કરવો છે,


પ્રેમનાં લેખાજોખાં કર્યા જિંદગીભર,

આપેલાં સુખનો અનુવાદ કરવો છે,


સાદી અને સહેલી ન સમજાય મૌનની ભાષા,

મનની ભીતરનાં તરંગોનો અનુવાદ કરવો છે.


અગોચર મનનાં ઊંડાણમાં ડૂબકી લગાવી, 

આધ્યાત્મિક વિચારોનો અનુવાદ કરવો છે,


ક્યાં કોઈ પારખી શકે છે દિલની ધડકનોને,

શ્વાસોના આવન જાવનનો અનુવાદ કરવો છે,


"સખી" નથી સમજણ પડતી આ દોરંગી દુનિયામાં,

ઈશ્વરે સ્થાપેલી આસ્થાઓનો અનુવાદ કરવો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational