મળે જો પાંખો
મળે જો પાંખો
પ્રેમથી મળે જો પાંખો
જીવનમાં રહે સંપ ઝાઝો
પ્રેમ વિના જીવલડો એકલો
સદા રહેતો મુંઝાતો
પિંજરામાં પંખીને
મળે નહીં આનંદ ઝાઝો
પંખી મુક્ત ગગને વિહરે
આનંદની ઉડતી છોળો
બંધ તળાવનું પાણી
વહે નહી ઝાઝું
ખળખળ કરતું વહે
નદી નિર્મળ પાણી તારું
હાથમાં પકડતા પતંગિયું
મુરઝાઇ મરી જાય
ખુલ્લાં ગગને ઉડતાં
અવકાશ પહોંચી જાય
પ્રેમ કેરી સગાઈ ટકાવવી
જગમાં તારે મારી
ખુલ્લાં મને વિહરવા દે
પિંજરા ને તરછોડી
