હું તો તમારો સંસાર
હું તો તમારો સંસાર
પપ્પા હું તો તમારા ઘરનો રણકાર,
મારી ચાલે ધબકે છે તમારો સંસાર.
અલ્લડ નદી ને કલકલતાં, ઝરણા જેવી હું,
પ્રેમની મીઠી મુરત , હું તો તમારો સંસાર.
પાપા પગલી પાડીને, ગીતો નવા ગાતી,
સપના લઈને ઉડતી, હું તો તમારો સંસાર.
આસુંઓ છુપાવી હું, હોઠે સ્મિત રેલાવું,
ચાલી નીકળી સાસરે, હું તો તમારો સંસાર.
સાજનનાં હૈયાની હું, બની છું થનકાર,
પણ કન્યાવિદાય કેમ, હું તો તમારો સંસાર.
પિયરની સફર, શું આમ થશે હવે પૂરી,
સાજનનો સંગાથ, બની હું તો પારકો સંસાર.
સહન કરજે, સમાવજે મનમાં તું સાસરીની વાત,
સમજજે સાજનને, એ તમારી મુજ પર આશ.
માના પડછાયો ને પપ્પાનો વ્હાલનો દરિયો,
માવતરનાં સંસ્કારોની સદા રાખીશ હું લાજ.
