STORYMIRROR

Vallari Achhodawala

Abstract

4  

Vallari Achhodawala

Abstract

વાતો

વાતો

1 min
213

આંખોના વનમાં ફેલાઈ તમારી વિસ્મયભરી વાતો,

પ્યાસા મૃગજળ કરે પડછાયાના રણની વાતો,


થીજેલા ડૂસકાં ને અશ્રુથી ડૂબે ખાલી ઝરૂખા,

સુક્કી એકલતા કંપે, વહે વિસ્મરણની વાતો,


ઊભી ખજૂરીઓ આપે આભાસી મૃગજળને અંજલિ,

લિપિ પવનની કહે ભાગતા હરણની વાતો,

 

વિકરાળ દરિયો ત્રાટકે તટ પર વેરી બની, 

રેતીએ હળવેથી ઠાલવી પરપોટાના ચરણની વાતો,


ધ્રૂજતા હાથે સફેદી કફનની ઓઢી દીધી, 

દેહમાંથી નીકળી કરી સમયના મરણની વાતો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract