ચૂપચાપ
ચૂપચાપ
કિનારે ઉગી વડલો જુએ માનવસભા ચૂપચાપ,
વડની વડવાઈ રડે, જોઈ માનવો ચૂપચાપ.
કુદરતને મૂકીને ગયા ક્રોકિટના જંગલોમાં,
ભૂલ્યો એને, આકાંક્ષા વચ્ચે લડીને ચૂપચાપ.
વેડફયું, ધમરોળ્યું પર્યાવરણ સ્વાર્થી બનીને,
દરિયા જેવી ઈચ્છાઓ હવે રડે ચૂપચાપ.
ડાળખીની પાળે પેલો પવન મંદ મંદ વહ્યાં કરે,
વળી ગયો એ જોઈ, જિંદગીનો રંગ ચૂપચાપ .
જરા નજીક આવીને કોણ વડલાને ભેટે,
હળવેથી સ્પર્શીને ધન્યવાદ આપે ચૂપચાપ.
લીલી લાગણીની કૂંપળો માનવ હૈયે ફૂટી,
જો ને મન મૂકીને વરસી ભીનાશ ચૂપચાપ.
અંતરતણા સાદના ટહુકાઓ ગૂંજન કરે,
હવે, પર્યાવરણને આપો ભરોસો ચૂપચાપ.
