સ્નેહમિલન
સ્નેહમિલન
મનનો મનથી મેળાપ થયો અંતે સાંજવેળા,
રચાયું સમાજોથી દૂર અલૌકિક, અદ્ભૂત સ્નેહમિલન,
શોધતી જેને આંખલડી તેમના શબ્દોની નાવમાં,
તે લાડીલા સ્નેહીઓથી થયું સ્નેહમિલન,
કવિતા અને વાર્તાઓથી જેના વિચારો જાણ્યા,
તે કવિઓ અને કલમ સંગાથે થયું સ્નેહમિલન,
સંગીત કાવ્યગોષ્ઠીથી અને મિજબાનીથી ભરપૂર,
સાત રંગોનું કુદરતી ખોળે રચાયું સ્નેહમિલન,
આમ તો ઘણા સંબંધોથી સીમિત થઈ જીવતા,
પણ, પોતીકાનો અહેસાસ કરાવી ગયું આ સ્નેહમિલન,
ક્યારેક સાહિત્ય ચર્ચાઓ તો ક્યારેક સેલ્ફી લેવાય,
લાગણીઓમાં પલાળી ગયું આ સ્નેહમિલન,
ક્યાંક ખુશી ક્યાંક રૂબરૂ ન મળી શકયાનો રંજ,
પણ વોટ્સએપ, ફેસબુક પર અનુભવાયું સ્નેહમિલન,
'ફરી મળીશું હવે ક્યારે અને ક્યાં આપણે,'
એ પ્રશ્નનો જવાબ માંગે સૌ પાસે સ્નેહમિલન,
"નજીક આવીને ફરી દૂર થવાનું કેમ ?"
એ આશ્ચર્ય રમે સૌના હૈયે ને ચૂપ થયું સ્નેહમિલન.
