મૌન છું
મૌન છું
હતી એ જ ઘડી જીવનની,
તમારી પર નજરો પડી કેવી,
મજાનો પ્રેમ બંધન સ્વીકારી,
શ્વાસોશ્વાસના સાથ દીધા કેવા,
એ પ્રેમની વસંતને લાખો સલામી છે,
કેવા ફૂટ્યા સંબંધોના પરપોટા,
દિલમાં દર્દ ને મૂંગા નિસાસા,
વહે આંખોથી એઠાં આંસુ,
અચાનક પૂરી થઈ જિંદગાની,
જોને કિસ્મતની ચાલ અજબ હરામી છે,
જીવતરનાં લેખાંજોખા જોતાં,
દુઃખોના જમાના અનેક જોયા,
કબરમાં સુતેલા પર પણ જોને,
જગતમાં અનેક પ્રહારો થયા,
ભીંતે લટકીને પણ કેવી આ ગુલામી છે,
ખૂટી ગયું તેલ ચિરાગોમાં,
રોશની શોધી એ અંધકારમાં,
ધુમ્મસ બની ધરા પર રહી,
વાદળો શોધ્યાં ખુલ્લા આકાશમાં,
એ દીવાનગીની દશા પણ નકામી છે,
ન અવાજ નીકળ્યો મુખેથી,
ન પોકારના પડઘા પડઘમ પડ્યા,
એકલો અટૂલો સૂતો ઠાઠડીમાં,
રામ રામ બોલી ઉચાળા ભર્યા,
મૌન છું પણ આ તો મારી નનામી છે.
