એપ્રિલફૂલ
એપ્રિલફૂલ
1 min
345
કોણ જાણે, ક્યારે હું એપ્રિલફૂલ બની ગઈ,
દોસ્ત, કેવી ચૂંથાઈને જિંદગાની બની ગઈ,
દિલ અગર ખોલું તો આંસુઓનો ધોધ વહે,
જાણ વગર અણધારી પિંજરે કહાની બની ગઈ,
ફૂલોના બગીચે સુગંધ વેરાતા જોને અચાનક,
જખમોના રણે કાંટાની બાગબાની બની ગઈ,
તમાશો રચાયો જગમાં અંતરની તનહાઈનો,
કેવી ટોળામાં મશ્કરીઓ મજાની બની ગઈ,
પાંપણે ભટકે ઝંખનાની વાદળીઓ આમતેમ,
આંખો લાગણી વિના વિરાની બની ગઈ,
ભાગ્ય મારું જ મને જોઈ ખડખડ હસે કેવું,
વિધાતાની આંધળી મહેરબાની બની ગઈ,
ભટકતો રહ્યો સાવકા સગપણો બાંધીને એકલો,
શિરે મોતનું કફન બાંધી ખુદાની
બની ગઈ.
