શૂન્યતા
શૂન્યતા
બાવરી બની, સ્તબ્ધ થઈ એકલી વીંઝાતી રહી શૂન્યતા,
વીતેલા કાળના ભારથી એકલી છેતરાતી રહી શૂન્યતા,
એક નામ અંગત કોતરેલું નદી કિનારે ભેખડ પર,
એ વિસરેલા સમયના વહેણમાં સમાતી રહી શૂન્યતા,
જૂની ડાયરીનાં પાને લાલ અક્ષર જોતાં,
શબ્દો દ્વારા કલમથી કાગળે વહેરાતી રહી શૂન્યતા,
રોકી ન શકી પળ, દર્દ ગળે વળગાડ્યું,
થોડા ચહેરા જોઈ અચાનક કરમાતી રહી શૂન્યતા,
વિચારોના વમળો અને વિસ્તરેલી એકલતા,
લાગણીઓના મૃગજળમાં કેવી ભરમાતી રહી શૂન્યતા !
ઉત્તરો સત્યના શોધ્યા અનેક બંધ સપનાંમાં,
જિંદગીના સવાલોથી ચૂપ થઈ સર્જાતી રહી શૂન્યતા,
શોધું આમતેમ પણ વિશ્વાસ ન સાંપડે,
આખરે એમ જ વિના અહેસાસ અકળાતી રહી શૂન્યતા.
