કેમ કદર ન કરી
કેમ કદર ન કરી
કુમકુમ ને અક્ષત બની, તારા જીવનની પૂજા કરી,
તોયે કોઈએ કેમ કદર ન કરી ?
સંબંધોના ખોખલા જંગલોમાં,
પીડાની કેટલીય પળોજણ કરી,
તોયે કોઈએ કેમ કદર ન કરી ?
કાળમીંઢ અંધારાથી લડીલડીને,
રાત જેવા પડકારો ઝીલ્યાં,
તોયે કોઈએ કેમ કદર ન કરી ?
સપનાંઓની હોળી કરીને,
એકલતા બંધબારણે ઉછેરી,
તોયે કોઈએ કેમ કદર ન કરી ?
મૃત બની હજારો છુપી તમન્ના,
આંસુઓની પાંપણો સાક્ષી બની,
તોયે કોઈએ કેમ કદર ન કરી ?
સૂના પડેલા હૃદયની ભીતરે,
સ્મરણોની નિઃસ્તબ્ધતા સમાવી,
તોયે કોઈએ કેમ કદર ન કરી ?
મનનો ખાલીપો અને સન્નાટો,
મૌન બની સ્વયં ઉંચકયો
તોયે કોઈએ કેમ કદર ન કરી.