STORYMIRROR

Vallari Achhodawala

Abstract

3  

Vallari Achhodawala

Abstract

ક્યાં ગયાં તમે

ક્યાં ગયાં તમે

1 min
116

મારા દિલનો ધબકાર, ક્યાં ગયાં તમે,

શોધું તમને ચારોકોર, 

ક્યાં ગયાં તમે ?


આવ્યો રૂડો દિવસ,

જ્યારે બોલાવ્યા વગર હું 

આવતી,

આજે હું આવી, પણ નથી મળનાર, ક્યાં ગયા તમે ?


મારા મન સાક્ષાત ઈશ તમે મુજ જીવનનાં,  

માથે ફરતો સ્નેહસભર હાથ, ક્યાં ગયા તમે ?


મનમોજી જીવન પાછળ,

કેટલીય જીમ્મેદારીઓ હસીને ઊઠાવી,

ફક્ત સહુના સુખ માટે જીવનાર, ક્યાં ગયા તમે ?


મુશ્કેલીઓનો હલ પળમાં બતાવી અડીખમ રહેતા શીખવ્યું,

ઓ મુજ જીવન સાર્થક કરનાર, ક્યાં ગયા તમે ?


તાત વિના હવે લાગણીનો કોણ વરસાદ વરસાવે,

દીકરી તારી હૂંફ માંગે, ક્યાં ગયા તમે ?


પિતાની છત્રછાયા ગુમાવી, કોણ આપે એ નામ માન ને શાન,

પહેરાવ્યો તસવીરને હાર

હવે, ક્યાં ગયા તમે ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract