બરફ
બરફ
1 min
234
વરસ્યો વરસાદ ચોમેર તો યે વાદળો કોરા,
પીગળે લાગણીનો બરફ તો યે અંતર કોરા.
મનમાં અટવાયેલી વેદના તળવળતી બોલે,
ડાયરી બનાવી અજનબી ને રાઝ ખોલે.
ઘરનો માલિક બની ક્યાં ઘરમાં રહું છું,
અંદરની ભીંસને ક્યાં ભીડમાં કહું છું !
બોલ્યા વિનાના માંગેલા મૂંગા ખુલાસા,
ભીતરે ભેગા થઈ ઘેરા જખમ બન્યાં.
જીવનના સુખદ પ્રસંગો ભટકે ફોટામાં,
અધૂરા દિલનાં કોડ રખડે ઝંખનામાં.
દુભાયા સંબંધો ને સમજણ સાચવી,
બેઠો છું શાંત ભૂલેલી વ્યથા વળગાડી.
બરફના પંખી થઈ આમ તેમ ટહુક્યો,
અંતે સ્મશાને ચિતામાં ભડભડ હોમાયો.
