મૌન સંવેદના
મૌન સંવેદના
હું ગર્ભમાં હતી ત્યારથી સપના ચણવાનું શરુ કર્યું હશે,
માએ એક ખમીસ એક પાનેતર વણવાનું શરુ કર્યું હશે.
કોઈ પ્રથાજ નહોતી ત્યારે બેબીબંપને આમ દેખાડવાની,
એટલે માએ પેટ આગળ પાલવ રાખવાનું શરુ કર્યું હશે.
હું એની પરછાંઈ એનું નાક, નક્શ અને એનું સ્વાભિમાન,
એનો ગર્ભ હતો કે ચાક ? મૂરત ઘડવાનું શરુ કર્યું હશે.
પીડા સાથે પુરાનો નાતો પીડાતી, ઘવાતીને જાતે રુઝાતી,
જ્ઞાનને સમજ ગર્ભની શાળામાં ભણાવવાંનું શરુ કર્યું હશે.
આવડેે એને બીજમાંથી ફણગો ફૂટી બહાર નીકળવાનું,
એટલે મૌન ભાષા, સંવેદનાઓ કળવાનું શરુ કર્યું હશે.
કંઈ કમજોર નથી' છે સશક્ત નારી દ્રૌપદી ને વૈદેહી જેવી,
પણ સ્વજન આગળ નમવાનું, નિભાવવાનું શરુ કર્યું હશે.
વસ્ત્ર વણાંય છે જ્યારે સાળમાં અને તારોમાં તાર ગૂંથાય,
એમ ગર્ભમાંથી સંબંધો ગૂંથવાનું શીખવાનું શરુ કર્યું હશે.
