ક્ષમા વિશે
ક્ષમા વિશે
વાત આવે જ્યારે ક્ષમા વિશે,
કેવાં કર્મો છે ? એ જમા વિશે,
રખે ને કોઈનું દિલ ના દુભાય,
શબ્દોમાં રાખી મેં ખમ્મા વિશે,
તમને મુબારક તમારી પ્રાર્થના,
થશે વાત નમાઝ ને જુમ્મા વિશે,
ટકવું હોય તોફાનમાં તો પૂછો
કહેશે ડોલતી જ્યોત શમા વિશે,
એ અલ્લડ, બેફિકર, બેબાક છે,
ના કહો કોઈ 'ઝીલ' ને તમા વિશે.