એ કિસ્સો
એ કિસ્સો
જોને એ કિસ્સો કેવો આજે ગુમનામ થઈ ગયો,
જીવ્યો હતો જે પળ પળ, આજે યાદ થઈ ગયો.
વિતાવી હતી મધુર પળો બેસી તળાવની પાળે,
એતો બસ હવે એક હસીન ભૂતકાળ થઇ ગયો.
ચાલ્યા હતા વરસાદમાં હાથમાં પકડીને હાથ,
હવે તો એ પૂરો ના થાય એવો ખ્વાબ થઈ ગયો.
ક્યાં એકમેકના સંગી બનવાની ચાહ હતી,
ને આજે કોઈ બીજાનો સંગ ખાસ થઈ ગયો.
જોને એ કિસ્સો કેવો આજે ગુમનામ થઈ ગયો,
હૃદયના એક ખૂણે કાયમ એનો વાસ થઈ ગયો.