લાગણીનો આધાર
લાગણીનો આધાર

1 min

454
લાગણીનો આધાર... એના ટહુકાઓથી ઘરમાં કિલકાર હોય છે,
દીકરી પિતાની લાગણીનો આધાર હોય છે.
જેના પગલે પગલે લક્ષ્મીનો વાસ હોય છે,
દીકરી માની મમતાનો એહસાસ હોય છે.
સહોદરોને બહેનમાં જ માનો થયો સાક્ષાત્કાર હોય છે,
દીકરી તો નાનપણથી જ જવાબદારીનો ભંડાર હોય છે.
દાદા દાદી માટે એનાથી ઘરનું માન હોય છે,
દીકરી તો પોતાના ઘરનું સ્વાભિમાન હોય છે.
જેને આપ્યું ઈશ્વરે નવસર્જનનું વરદાન હોય છે, દીકરી બે કુળની બનતી તારણહાર હોય છે.