આધારસ્તંભ
આધારસ્તંભ


આધાર વિના પરિવાર વિખરાઈ જાય, પિતા ઘરના એવા આધાર સ્તંભ હોય છે.
રાત દિવસ મહેનત, મજૂરી કરી ને પણ, પરિવારની જરૂરિયાત અગ્રતાક્રમ હોય છે.
બહારથી લાગતા કઠણ નારિયેળ જેવા, પણ ભીતર ઋજુહૃદયના પડઘમ હોય છે.
જિંદગીના ભારથી ભલે બેવડ વળી જાય, તોય ચહેરા ઉપર ખુમારી અકબંધ હોય છે.
બાળક માટે કડવા વખ બનીને પણ, એમનું જીવન ઉજારવું એ મંત્ર હરદમ હોય છે.
પોતાની ચિંતાઓ કાયમ જ છૂપાવીને, પરિવારની ખુશી એમના માટે જીવન હોય છે.