ઝાંખી
ઝાંખી


મારા બાળપણની આજ ઝાંખી હું કરાવું,
મારા આગવા અંદાજની પ્રતીતિ હું કરાવું.
પપ્પાની લાડલી ને થોડી ગામ ફઈ કહેવાઉં,
મારી આ નૌટંકી અદાની ફોરમ બધે હું પ્રસરાવું.
ભાઈ બહેનની દરેક ખુશીની ભાગીદાર બની જાઉં,
તોય એમના માટે હું ખાસ,
ને એમનો શ્વાસ બનતી જાઉં.
મમ્મી મારી વહાલી એ વહાલપમાં ખોવાઈ જાઉં,
ગુસ્સો એની ઉપર ઉતારી પ્રેમ એનામાં હું બતાવું.
એક એક પળ નિરાળો બનાવી હસતી હું રહું,
મારી દુનિયામાં તમારી અનેરી ખુશીઓ હું મહેકાવું.