STORYMIRROR

SHEFALI SHAH

Inspirational

4.5  

SHEFALI SHAH

Inspirational

યાદ આવે છે પપ્પા

યાદ આવે છે પપ્પા

1 min
555


હંમેશા યાદ આવે છે પપ્પા તમારી બધી વાતોની,

જીવ્યા હતા સંગ જે પળો એની મધુર યાદોની,


કર્યા હતા પૂરા અમારા જે સપના એ સોગાતોની,

એના માટે આપ્યું જે બલિદાન એના પાછળ રહેલી એ તકલીફોની,


વૃક્ષ બનીને સહ્યા તમે જે તડકા છાયા એ મોસમોની,

તોય અમને ના આવવા દીધો જરાય અણસાર એ ત્યાગોની,


બની રહ્યા હંમેશા પ્રેરણામૂર્તિ એ પ્રોત્સાહનોની,

અમારી ખુશીમાં છલકાઈ ઊઠતી તમારી બે આંખોની,


ખાસ યાદ આવે છે પપ્પા તમારી બહુમૂલ્ય હાજરીઓની,

જ્યારે આંગણે આવી ઊભા રહે કોઈ અવસર એમાં પડતા તમારા અભાવોની..!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational