શીખવી જાય ઘણું આ ફૂલ
શીખવી જાય ઘણું આ ફૂલ
આજે કેવી સોનેરી સવાર
ફૂલો એ ડોકિયું કર્યુંમારા ઝરૂખે
સુંગંધનો દરિયો ઠાલવી
ઠારી ઉદાસીની આગ
જાણે ! જિંદગી બની ગઈ મધ મધતો બાગ
જીવન જીવવાની આપી નવી આશ
કંટકો વચ્ચે પણ ખીલવાની શીખવી નવી રીત ભા
ના કરો ક્યાંય ભેદભાવ
ફૂલ જેવોકોમળ રાખો સ્વભાવ
તો જીવનમાં ક્યાંય નહીં રહે કશો અભાવ
આપે ભલે કોઈ ઘાવ
ના કરો એની રાવ
રાખોએના પ્રત્યે સદભાવ
આવી જશે આપો આપ એનામાં બદલાવ
રાખ જીવનમાં સદા પ્રત્યે સરખો ભાવ
ખુદની ઇબાદતમાં થઈ જા ગરકાવ
તો પાર ઉતરી જશે તારી જીવનની નાવ
