દોસ્ત
દોસ્ત


દોસ્ત તું જ્યારે મારી સંગે રહીશ
દુઃખને હું હસતાં ઝીલી લઈશ,
દોસ્ત તું જ્યારે મારી સંગે રહીશ
સપનાંને હું હકીકતમાં ફેરવી દઈશ,
દોસ્ત તું જ્યારે મારી સંગે રહીશ
સઘળા ગમ ભૂલીને હસતી રહીશ,
દોસ્ત તું જ્યારે મારી સંગે રહીશ
તને આપેલ હર વચન નિભાવી જઈશ,
દોસ્ત તું જ્યારે મારી સંગે રહીશ
પ્રાણવાયુ સમી તારી દોસ્તીમાં ભળી જઈશ.