STORYMIRROR

Niketa Shah

Inspirational

4  

Niketa Shah

Inspirational

હેપ્પી ફાધર્સ ડે

હેપ્પી ફાધર્સ ડે

1 min
250

શોખ તો પપ્પાના પૈસાથી પૂરા થતા હતાં 

આપણી કમાણીમાંથી તો ફ્કત જરૂરિયાત પૂરી થાય છે.


દરેક વસ્તુ લાવી આપીને આપણા શોખ પૂરા કરનાર પપ્પાને 

હેપ્પી ફાધર્સ ડે 


પૈસાની કાયમ તંગી હોવા છતાં ક્યારેય એનો અહેસાસ ના કરાવનાર પપ્પાને 

હેપ્પી ફાધર્સ ડે 


શૈશવથી લઈને યુવાની સુધી આપણને પગભર બનાવનાર પપ્પાને

હેપ્પી ફાધર્સ ડે 


આપણી નાની નાની ભૂલોને અવગણીને હું છું ને ચિંતા ના કર કહેનાર પપ્પાને 

હેપ્પી ફાધર્સ ડે 


મારું સંતાન મારુ અભિમાન કહેનાર પપ્પાને 

હેપ્પી ફાધર્સ ડે 


હું છું ને ચિંતા ના કર સદા એમ કહેનાર પપ્પાને 

હેપ્પી ફાધર્સ ડે 


આખી જિંદગી પરસેવો પાડીને સંતાનનું સિંચન કરનાર પપ્પાને 

હેપ્પી ફાધર્સ ડે 


અને છેલ્લે આ ફાની દુનિયામાંથી વષોં અગાઉ વિદાય લેનાર મારા પપ્પાને 

હેપ્પી ફાધર્સ ડે 

મીસ યુ સો મચ


તમે હવે અમારી સાથે નથી 

પરંતુ તમારી સુવાસ હજી અમારામાં જીવંત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational