સાથી-સંગાથી
સાથી-સંગાથી
સાથી છીએ સંગાથી છીએ
પ્રણયપંથના પ્રવાસી છીએ,
ઘણી વિપદા પ્રેમમાં પડશે
તારો સાથ મને સજીવન કરશે,
'હું તારો છું' એમ તો કેવી રીતે કહું
તું કહે તો પ્રેમરૂપી રક્ત બની તારી નસોમાં વહું,
સાબિત કરવાં પડે એ સંબંધનો શું અર્થ ?
તારા વિના હું ને મારા વિના તું બંને વ્યર્થ.

