Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vaishali Raval

Inspirational Others

4  

Vaishali Raval

Inspirational Others

વિચારોનો પ્રવાહ

વિચારોનો પ્રવાહ

1 min
217


વિચારોનો પ્રવાહ મને લાગે છે

એકદમ નદી સરીખો,

ક્યારેક શાંત વિશાળ મેદાને

એ ગંભીરતાથી ઘૂઘવતો,


તો ક્યારેક પ્રચંડ ધોધ સમો એ

મગજમાં અહીં તહીં અફળાતો,

ક્યારેક કલકલ કરતાં ઝરણાં સમો

એ અવનવાં વિચારો ખીલવતો,


ને ક્યારેક વળી ખળખળ વહી

ખુશનુમા ખ્યાલોની સુગંધને પ્રસરાવતો,

વળી કો'ક દિ' ઘોડાપૂર સમો

બધી સીમાઓને પડકારતો,


સમાજના દરેક બંધનોને એ નકારતો

ક્યારેક લાગણીઓના દુકાળે,

પોતાને અંદરથી જ સૂકવી નાંખતો,

ક્યારેક બાષ્પ થઈ વાદળીઓ રૂપે

મનમાં સ્નેહ એ વરસાવતો,


બસ એક જ અલગતા આ 

પ્રવાહોની સરખામણીમાં,

નદીઓનો પ્રવાહ તો ઉદ્દગમ ભણી

ક્યારેય પાછો નથી વળતો,


પણ વિચારોનો પ્રવાહ તો 

ભૂત,ભવિષ્ય ને વર્તમાન ત્રણેય

કાળમાં રખડતો ! 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational