STORYMIRROR

Vaishali Raval

Inspirational Others Children

4  

Vaishali Raval

Inspirational Others Children

પતંગિયાની જીવનયાત્રા

પતંગિયાની જીવનયાત્રા

1 min
202

એક દિ'‌ મોગરાને છોડે, નાનું અમથું મોતી ચમકે

આ તો મોતી કેરું ઝાડ, કહીને ધરી મારી મલકે,


બીજે દિવસે શોધ્યું ઘણું પણ મોતી ના જડે

ફંફોળ્યુ ઘણું તો પર્ણ ઉપર નાની ઈયળ એક ફરે,


મમ્મી આ તો સાપનું બચ્ચું કહી એ એનાથી ડરે

ડર એનો ભગાવવા ઈયળ ઉપાડી મેં પર્ણ વડે,


કાચની બરણીમાં પધરાવી વનસ્પતિની સાથે

બે દિવસે વળી "કિડનેપ"ની બૂમાબૂમ પડે,


ઈયળ બરણીમાં નથી એને કોણ ગાયબ કરે

કોશેટો બતાવી મેં એને સમજાવી, એ હવે શયન કરે,


બે ચાર દિવસ આરામ કરીને ફરી તને મળે

વળી બે દિવસે ઘર મારું ચીચીયારીઓ એ ગૂંજે,


ઉપર સુંદર રંગબેરંગી પતંગિયું ઉડાઉડ કરે

ને નીચે ધરી ખુશખુશાલ થઈ દોડાદોડ કરે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational