STORYMIRROR

Vaishali Raval

Others

4  

Vaishali Raval

Others

સંબંધોના માધ્યમ

સંબંધોના માધ્યમ

1 min
166

સંબંધોના મધદરિયે સ્કુબા ડાઈવિંગ કરતાં 

એક ચોક્કસ વિચારે હું અટકી,

સંબંધો ક્યારેક લોહીના, ક્યારેક મિત્રતાના તો ક્યારેક જરૂરિયાત, સંગાથ અને સુખ દુઃખના 

એક મુદ્દે વળી અટવાઈ હું,


સ્વાર્થથી પરે થઈ

એવાં ક્યાંક ધબકતા સંબંધોમાં,

એકમેકના ગાઢ સંપર્કે 

પરિપક્વ થતાં જતાં સંબંધોમાં,

પણ વળી એનું એજ,


જે સાંભળવું હોય એ ન સંભળાવે  

તો પળમાં વિખરાઈ જતાં સંબંધોમાં,

એક જ અલગ વિચારે એ પાયાથી હચમચે 

એ હું પહેલાં નહોતી જાણતી.


સંબંધો તો ચંચળ મીન સમાન,

ગમતા માધ્યમમાં જ તરે એ,

માધ્યમ બદલાતાં જ એ થઈ જાય મૃતઃપ્રાય,


આખરે સંબંધોના સમંદરમાંથી પાછી દુનિયામાં આવી

સંબંધો કાચા તાંતણે બંધાયેલા હોય છે 

એ વાત પાકી આજે જાણી.


Rate this content
Log in