STORYMIRROR

anjana Vegda

Inspirational

4  

anjana Vegda

Inspirational

યાચના

યાચના

1 min
247

ક્ષણે ક્ષણ અહીં સાધના કરવી પડશે,

પળે પળ અહીં કામનાં કરવી પડશે.


સરળતાથી મળે ના અહીં શ્વાસ પણ

હૃદય નીચોવીને યાચના કરવી પડશે.


નથી મળતું કંઈ વિના મૂલ્યે જગતમાં,

પામવા માટે પણ નામના કરવી પડશે.


ઉમ્રભર ઝંખ્યાં કરવું તો કેમ ફાવશે,

અશ્રુ બીછાવીને વાંછના કરવી પડશે.


આતુર થઇ ઉઠે ઈશ્વર આપવા કાજે

એ હદ સુધીની ચાહના કરવી પડશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational