STORYMIRROR

anjana Vegda

Romance Tragedy Others

4  

anjana Vegda

Romance Tragedy Others

દશા મારી

દશા મારી

1 min
355

તું કલ્પી જો શકે આજે દશા મારી,

દરદ મારો તું ને તું જ છે દવા મારી,


પ્રણય કેરા ગુનાની ક્યાં મળે માફી,

સદા મુજને મુબારક હો સજા મારી,


બળ્યા કરુ હું વિરહની આગમાં હરદમ,

રહે એ બેખબર દિલથી દુઆ મારી,


ખુશી દેજે સનમને, ગમ મને દેજે,

પહોંચે તુજ લગી અરજી ખુદા મારી,


રહે ના સ્થાન જીવનમાં ભલે મારું,

હંમેશા રાખજે દિલમાં જગા મારી.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Romance