STORYMIRROR

anjana Vegda

Romance Tragedy

4  

anjana Vegda

Romance Tragedy

કદી ભુલાવીશ નહિ

કદી ભુલાવીશ નહિ

1 min
248

વિશ્વાસે રાખ્યાં તે બારણાં ઉઘાડા,

ખાતરી છે તને તુજ દ્વારે કદી આવીશ નહીં.


હોઠ પરનું સ્મિત તારું અણનમ રહે,

ખુદ આંસુ સારું ભલે તને કદી રડાવીશ નહીં.


તે આપેલા વચનો ભલે ફોગટ થયા,

તૂટેલા વાયદાઓની યાદ કદી અપાવીશ નહીં.


ભરી મહેફિલે મ્હાલજે નિર્ભય બની,

નામ તારું લઈને તને કદી લજાવીશ નહીં.


મનની એ વાત હું મનમાં જ રાખીશ,

તારા પ્રતિ લાગણી હું કદી બતાવીશ નહીં.


છૂટ છે તને જા... મને વીસરી જવાની

કસમ છે તારી કે તને કદી ભુલાવીશ નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance