STORYMIRROR

anjana Vegda

Romance Tragedy

3  

anjana Vegda

Romance Tragedy

પૂછી જુઓ

પૂછી જુઓ

1 min
265

કાજળ સમી એ રાતને પૂછી જુઓ,

અંધાર કેરી નાતને પૂછી જુઓ,


ખૂંપે વિરહના એ કણો કેવા મને,

છાની નિતરતી આંખને પૂછી જુઓ,


ઊઠે તરસ જો લાગણીની આ દિલે,

કોઈ હૃદયની આગને પૂછી જુઓ,


કેવી રહી આ આંસુઓની જાતરા,

એ આંસુઓના ડાઘને પૂછી જુઓ,


વ્યાખ્યા જુદાઈની મને તો શું ખબર !

રાધા વગરના કાનને પૂછી જુઓ,


Rate this content
Log in

Similar gujarati poem from Romance